Abtadka Team
Last Updated: 9:30 PM, જાન્યુઆરી 17 2026
![]() |
| by abtadka.com |
ભારત માર્કેટ માં સ્ટોક્સ માં ૧૦ શેર ના જથા માં ખૂબ ફાયદો જેમાં ૮% અપ સ્ટોક કંપની માં ભાવ વધારો થયો હતો ૨૩ રૂપિયા જેટલું ડિવિડન રહ્યું હતું.
પરિણામો જાહેર કરતી વખતે કંપનીના ડિરેક્ટર બોર્ડે શેરધારકો માટે સ્ટોક સ્પ્લિટ અને વચગાળાના ડિવિડન્ડને પણ મંજૂરી આપી હતી. આ અપડેટ પછી એન્જલ વનના શેર શુક્રવારે બપોરે 1:30 વાગ્યે લગભગ 8% વધીને ₹2,730 પર ટ્રેડ થયા.
એન્જલ વન કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹269 કરોડનો નફો કર્યો છે જે ગયા વર્ષના એ જ સમયગાળાની તુલનામાં થોડો ઓછો છે કારણ કે ગયા વર્ષે નફો ₹281.5 કરોડ હતો. એટલે કે વાર્ષિક ધોરણે નફામાં લગભગ 4.5% ઘટાડો થયો છે. પરંતુ જો ગયા ત્રિમાસિક સાથે સરખામણી કરીએ તો નફામાં લગભગ 27%નો મોટો વધારો થયો છે. સાથે સાથે કંપનીની કુલ આવક પણ વધી છે અને તે ₹1,337.7 કરોડ પહોંચી છે જે ગયા વર્ષ કરતાં 5.8% અને ગયા ત્રિમાસિક કરતાં 11% વધુ છે. આ સારા ત્રિમાસિક પરિણામોને કારણે કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે.
કંપનીએ એન્જલ વનના શેરને સ્ટોક સ્પ્લિટ કરવાનો નિર્ણય લીધો છે. તેનો અર્થ એ છે કે હાલમાં જે એક શેરની ફેસ વેલ્યુ ₹10 છે, તે હવે તૂટીને ₹1 ફેસ વેલ્યુના 10 શેર બની જશે. એટલે રોકાણકાર પાસે શેરોની સંખ્યા વધશે, પરંતુ કુલ રોકાણની કિંમત બદલાશે નહીં. કંપનીનું માનવું છે કે શેરની કિંમત ઓછી થવાથી નાના રોકાણકારો માટે શેર ખરીદવું સરળ બનશે અને શેરમાં વધુ લેવડદેવડ થશે.
આ પણ વાંચોઃ 24 કલાકમાં જ ચાંદીની કિંમત જશે 3,00,000ને પાર? આ 8 કારણ હોઇ શકે છે જવાબદાર
કંપનીના બોર્ડે દરેક શેર પર ₹23નો વચગાળાનો ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. જે રોકાણકારો પાસે 21 જાન્યુઆરી, 2026 સુધી શેર હશે તેમને આ ડિવિડન્ડ મળશે અને તેની ચુકવણી 13 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કરી દેવામાં આવશે. સાથે જ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટોક સ્પ્લિટથી શેરની કુલ કિંમત પર કોઈ અસર નહીં પડે એટલે રોકાણકારોને ન તો કોઈ વધારાનો નફો થશે અને ન કોઈ નુકસાન.
વેપારના સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે શેર બજારમાં તેજી સાથે બ્રોકરેજ કંપની Angle oneના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. એન્જલ વને નાણાકીય વર્ષ 2025-26 તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.
વેપારના સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે શેર બજારમાં તેજી સાથે બ્રોકરેજ કંપની Angle oneના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. એન્જલ વને નાણાકીય વર્ષ 2025-26 તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ પ્રસંગે કંપનીએ બે મોટી જાહેરાતો કરી જેના કારણે એન્જલ વનના શેર 8 ટકાથી વધુ ઉછળ્યા.
શુક્રવારે એન્જલ વનના શેરમાં જોરદાર તેજી જોવા મળી, જેના કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹24,000 કરોડથી વધુ થઈ ગયું. જોકે છેલ્લા એક વર્ષમાં આ શેર ખાસ વધ્યો નથી અને માત્ર 10% જેટલું વળતર આપ્યું છે. પરંતુ જો લાંબા ગાળાની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોને લગભગ 124% જેટલું મજબૂત રિટર્ન આપ્યું છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, abtadka.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
✍️ By abtadka team
Digital News Writer | Finance & sharemarket
Latest Hindi News 2026 | Abtadka — Fast & Trusted
Get latest news, jobs, tech & updates in Hindi & English from Abtadka.com.
